ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

સાચી રે મારી સત રે ભવાની મા

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા 

હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા

વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ


સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા


જ્યોતિમાં એક તારી છે 

જ્યોતિ માતા સતનું ચમકે છે મોતી 

માડી રે મારી શક્તિ ભવાની મા 

હું તો તારી આરતી ઉતારું મૈયા લાલ


સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા


શક્તિ રે તું તો જગની જનેતા મા 

ભોળી ભવાની મા અંબા ભવાની માત

હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ


સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા


જગમાં તેં જ એક માયા રચાવી

દર્શન દેવા તું સામે રે આવી

માડી રે આવો રમવા ભવાની મા

હું તો તારાં વારણાં લઈશ મૈયા લાલ


સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

Rate this blog entry:
નદી કિનારે નાળિયેરી
રૂડે ગરબે રમે દેવી અંબિકા
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

​હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ છોગાળા તારા, હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ ...
Rate this blog entry:
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.​...
Rate this blog entry:
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી​...
Rate this blog entry:
પ્રકરણ – 15 ઉત્તરક્રીયા બીજા દીવસની વહેલી સવારે અમુક જુવાનીયાઓ અને સશકત વડીલો સદગતની અંતીમ ક્રીયા માટે નીકળ્યા. જોગમાયાની ગુફા જે પર્વત ઉપર હતી તેનાથી આગળ, પર્વતની પેલે પાર, એક ઉંડી ખીણ હતી....
Rate this blog entry:
​ મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બિમાર કરીને મારા ભોળા દિલનો ...
Rate this blog entry: