ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

રૂડે ગરબે રમે દેવી અંબિકા

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ 

પાય વાગે છે ઘૂઘરીના ઘમકાર રે લોલ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ


આકાશમાંથી સૂર્ય જોવા આવીયા રે લોલ 

સાથે દેવી રન્નાદેને લાવીયા રે લોલ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ


આકાશમાંથી ચંદ્ર જોવા આવીયા રે લોલ

સાથે દેવી રોહિણીને લાવીયા રે લોલ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ


ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે લોલ

સાથે દેવી ઈન્દ્રાણીને લાવીયા રે લોલ 

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ


સ્વર્ગમાંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ 

સાથે દેવી લક્ષ્મીજીને લાવીયા રે લોલ 

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ


બ્રહ્મલોકમાંથી બ્રહ્મ જોવા આવીયા રે લોલ 

સાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે લોલ 

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ


પાતાળમાંથી શેષ નાગ આવીયા રે લોલ 

સાથે સર્વે નાગણીઓને લાવીયા રે લોલ 

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ


Rate this blog entry:
સાચી રે મારી સત રે ભવાની મા
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

પ્રકરણ – 29 ડ્રેગન…….. આવી જ કોઈક રાતે આખી છાવણી નીદ્રામાં ગરકાવ હતી. ચાર દીશામાં આઠ રખોપાઓ ખડે પગે ચોકી કરતા બેઠા હતા. દરેક દીશામાં બબ્બે જણ આ અગત્યના કામ માટે નીયુક્ત હતા. દરેક દીશામાં બેમાંથી ...
Rate this blog entry:
એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ. બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ...
Rate this blog entry:
​નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે ...
Rate this blog entry:
BSF के जवान तेज बहादुर के वीडियो के बाद उठे बवंडर के बाद इस विषय पे लिखी गयी सर्व श्रेष्ठ पोस्ट .......Dr Rajeev Mishra की वाल से ।Respected Sir! Most humbly and respectfully I beg to state that...हमम...
Rate this blog entry:
12 વર્ષની ઉંમરનો એક બાળક છઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એકદિવસ આ છોકરો રમતા રમતા એક અમીર માણસનાં ઘરમાં જઇ ચડ્યો. અમીર માણસે છોકરાને એના ઘરના આંગણામાં જોયો એટલે એના પર તાડૂક્યા. ગુસ્સે થઈને છોકરાને કહ્યુ...
Rate this blog entry: