ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

કુમકુમના પગલાં પડ્યાં

કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં

જોવા લોક ટોળે વળ્યાં રે 

માડી તારા આવવાના એંધાણ થયાં


માડી તું જો પધાર, સજી સોળે શણગાર

આવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર


દીપે દરબાર, રેલે રંગની રસધાર 

ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર

થાયે સાકાર, થાયે સાકાર


ચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં

મનડાં હારોહાર હાલ્યાં રે 

માડી તારા આવવાનાં એંધાણ થયાં


કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં

જોવા લોક ટોળે વળ્યાં રે

માડી તારા આવવાના એંધાણ થયાં


મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર

મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર


ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર 

કૃપા કરજે અમ રંક પર થોડી લગાર 

થોડી લગાર, થોડી લગાર


સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં 

તારલિયા ટમ ટમ્યાં રે 

માડી તારા આવવાનાં એંધાણ થયાં


કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં

કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં

જોવા લોક ટોળે વળ્યાં રે

માડી તારા આવવાના એંધાણ થયાં


તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ 

તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ


પરચો દેજે હે માત, કરજે સૌને સહાય 

માડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસ

ગુણનો હું દાસ, ગુણનો હું દાસ


માડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાં 

દર્શનથી પાવન થયાં રે 

માડી તારા આવવાના એંધાણ થયાં


કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં

જોવા લોક ટોળે વળ્યાં રે 

માડી તારા આવવાના એંધાણ થયાં


એક તારો આધાર, તારો દિવ્ય અવતાર

સહુ માનવ તણા માડી ભવ તું સુધાર


તારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહાર 

કરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પાર 

સૌનો બેડો પાર, સૌનો બેડો પાર


માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું

નમી નમી પાય પડું રે 

માડી તારા આવવાના એંધાણ થયાં


કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં 

જોવા લોક ટોળે વળ્યાં રે 

માડી તારા આવવાના એંધાણ થયાં


Rate this blog entry:
સોનાનો ગરબો શિરે
નદી કિનારે નાળિયેરી
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

પ્રકરણ – 25 મલ્લકુસ્તી ઘોડેસ્વારીના દાવ પત્યા પછી અંગકસરતના દાવ આવ્યા.શરીરને કેળવીને કેટલું કસી શકાય છે; તેનું આ અભુતપુર્વ પ્રદર્શન હતું. આમેય બળવાન અને કદાવર કાયાની આ પ્રજા શરીર સૌષ્ઠવ અને ...
Rate this blog entry:
નવલકથા ઉપસંહારવાર્તામાં આવેલ અણધાર્યા અને અચાનક અંતથી વાચક 'આગળ શું થયું?' તેમ વીચારતો થઈ જાય; તે સ્વાભાવીક છે. ગોવો, રુપલી, કાનો, વીહો, પાંચો, ભુલો, જગ્ગો, ખાન, જુન્નો, જીતમલ્લ .. આ બધાનાં જીવન મહા શ...
Rate this blog entry:
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર! હાલોને જોવા જાયેં રે, મોરલી વાગી રે, રાજાના કુંવર ​...
Rate this blog entry:
પ્રકરણ – 46 ખાનની વીજયસભાબીજા દીવસની સવાર…ગોવાના નેસમાં એક નાનકડું મેદાન હતું, જ્યાં સામાજીક પ્રસંગો ઉજવાતા. આખું મેદાન હકડેઠઠ ભરેલું હતું. વચ્ચે સ્થાનીક, બંદીવાન વસ્તી ઉભેલી હતી અને તેમની ત્રણ બ...
Rate this blog entry:
​એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી...
Rate this blog entry: