ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે 
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી 
ભક્તો ઝૂલાવે ખમ્મા મા ખમ્મા કહી

ભક્તો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને દરવાજે નોબત ગડ ગડે 
વળી શરણાયુંના સૂર સાથે ભળે

રાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માએ સોળ આભૂષણ અંગે ધર્યાં 
ભાલે કુમકુમ કેસરના અર્ચન કર્યાં

હાથે ખડગ ત્રિશુલ સોહાય, અંબા ઝૂલે છે 
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને તેજે ભાનુ દેવ ઝાંખા પડે
બ્રહ્મા, વિષ્ણુ, સદાશીવ જેવા ભજે

માની સૌ દેવો આરતી ગાય, અંબા ઝૂલે છે 

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે


માજી ચાલે ત્યાં કુમકુમનાં પગલાં પડે

માજી બોલે ત્યાં મુખડેથી ફૂલડાં ઝરે


ભક્તો જોઈને વિસરે ભાન, અંબા ઝૂલે છે

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે


માના સોના-હીંડોળે રત્નો જડ્યાં 

માએ સાચાં મોતીના તોરણ બાંધ્યાં


મહીં ઝળકે છે તેજ અપાર, અંબા ઝૂલે છે 

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે


આજ શોભા આરાસુરની નવલી બની 

આવો આવો સૌ નર નારી સાથે મળી


ગરબો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે 

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

Rate this blog entry:
રૂડે ગરબે રમે દેવી અંબિકા
આસો માસો શરદ પૂનમની રાત
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

​એક હતી કાબર અને એક હતો કાગડો. બન્ને વચ્ચે દોસ્તી થઈ. કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી. કાબરે કાગડાને કહ્યું - કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલોને આપણે ખેતર ખેડીએ! દાણા સારા થાય તો આખુ...
Rate this blog entry:
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત​...
Rate this blog entry:
​આશાભર્યાં તે અમે આવિયાં ને મારે વ્હાલે રમાડ્યાં રાસ રે, આવેલ આશાભર્યાં...
Rate this blog entry:
પ્રકરણ – 6 : જોગમાયાની ગુફામાં આમ તો જોગમાયાની ગુફા ગોવા કે રુપલીના કોતરોથી બહુ દુર ન હતી. એ ઉબડખાબડ પ્રદેશની થોડેક જ પાછળ જોગમાયાના પર્વત ઉપરનું ચઢાણ શરુ થતું હતું. ખરેખર તો એ એક લાંબી પર્વ...
Rate this blog entry:
(નવરાત્રિની પ્રત્યેક રાત્રે ગરબા ગાવાનું શરૂ કરતાં અગાઉ ગાવામાં આવતીમાતાજીની આરતી) ​જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્...
Rate this blog entry: