ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે 

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે


ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો 

અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો 

અણદીઠેલ દેશ જાવા લગન એને લાગે 

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે


સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો 

હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો 

પાગલ ના બનીએ ભેરુ કોઈના રંગ રાગે 

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે


માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત 

આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત 

ઓછું શું આવ્યું સાથી સથવારો      ત્યાગે 

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે


Enter your custom HTML codes in this section ...

Rate this blog entry:
દિવસો જુદાઈના જાય છે
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી​...
Rate this blog entry:
અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં મારે મહી વેચવાને જાવાં મૈયારાં રે… ગોકુળ ગામનાં​...
Rate this blog entry:
​ઓ નીલ ગગનનાં પંખેરું તુ કાં નવ પાછો આવે મને તારી, ઓ મને તારી યાદ સતાવે ...
Rate this blog entry:
પ્રકરણ – 22 ખાન ભુલાને આ અવનવા સમાજની ઘણી બધી વાતો સમજમાં આવતી ન હતી. આ સમાજના રીતરીવાજ, ઈશ્વર માટેની કલ્પના, સાવ બીન્ધાસ્ત જાતીય વહેવાર એ બધું એને અજીબોગરીબ લાગતું હતું. બાળકોના ઉછેરની જવાબ...
Rate this blog entry:
પ્રકરણ – 34 જગદંબાની ગુફામાં મંત્રણાભુલો અને જગ્ગો જગદંબાના ચીત્રની સામે ઉભા હતા. તેમની સાથે તેમના બધા સાથીદારો પણ હતા. મંદીર કચરાથી ભરેલું હતું. દેખીતી રીતે તેની સારસંભાળ બરાબર રખાતી ન હતી.ભુલો ...
Rate this blog entry: