ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત!
દીપો અરુણું પરભાત,


​ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને,
પ્રેમ ભક્તિની રીત -ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.


ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,​


​છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા,
કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્વારકેશ,
એ પશ્વિમ કેરા દેવ- છે
સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત.


​નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.


​વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
                     સંપે સોયે સૌ જાત,
            જય જય ગરવી ગુજરાત.


​તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ.


તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત!
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
                  જન ઘૂમે નર્મદા સાથ ,
             જય જય ગરવી ગુજરાત.


- નર્મદ

Enter your custom HTML codes in this section ...

Rate this blog entry:
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
જનનીની જોડ સખી નહીં જડે રે
 

સંબંધીત આલેખો

No post has been created yet.

અમુક તમુક આલેખો

પ્રકરણ – 18 ઓતરાદા પ્રયાણભુલો પર્વત ઉપર ચઢતો જ ગયો. ચઢતો જ ગયો. છેક સમી સાંજરે તે પર્વતની ટોચ ઉપર પહોંચ્યો. રસ્તામાં માંડ એકાદ સસલાનો શીકાર તે કરી શક્યો હતો. બેળે બેળે આગ પેટાવી તેણે ક્ષુધા સંતોષ...
Rate this blog entry:
​ધીમે ધીમે ઢાળ ઊતરતી     ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાંનું યાદ
Rate this blog entry:
​માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે ...
Rate this blog entry:
પ્રકરણ – 32 ઘાટની શોધજગ્ગાએ ઉંચાણ તરફ જતો રસ્તો પસંદ કર્યો હતો. જગ્ગાનું એમ માનવું હતું કે પર્વતની ટોચ પાસેથી સામે પાર ઉતરવાનો કોઈ રસ્તો મળી આવશે. ભુલો એનાથી વીરુધ્ધ દીશામાં નીકળ્યો હતો. એને એમ લ...
Rate this blog entry:
​રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે​ઘાયલ મરતાં મરતાં રેમાતની આઝાદી ગાવે...
Rate this blog entry: