ગરવી ગુજરાત

ગરવી ગુજરાત ડોટ કોમ એ અમો એ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે.
આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

પહેલો ગોવાળિયો - પ્રકરણ -1 : પહેલો નાવીક

PrevNext
Page 1 of 3

પ્રકરણ -1 : પહેલો નાવીક

ઈ.સ. પુર્વે 10,000 વર્શ ….

આખું ગામ નદીકીનારે ભેગું થયું હતું. દર વરસે નદીમાં પુર આવે ત્યારે આમ જ બધા નદીકીનારે દોડી જતાં હતાં. બન્ને કાંઠે વહેતી નદીને જોવાનો લાભ કોણ જતું કરે? નદીના પ્રવાહમાં થતી ઘુમરીઓ, ઘુ.. ઘુ.. થતો અવાજ, અને પ્રવાહની સાથે તણાઈ આવતી ઝાડની ડાળીઓ બધાં જોયાં જ કરતાં. કદીક કોઈ તણાઈ આવતું જાનવર પણ દેખાતું. બાળકો તો ખાસ ઉછળતા અને કુદતા આ અપુર્વ દ્રશ્ય નીહાળતા. બધાંએ રીંછનાં કે હરણનાં ચામડાં અંગ પર વીંટાળેલાં હતાં. સૌના હાથમાં લાકડીઓ કે પથ્થરનાં હથીયારો પણ હતાં.

સામો કાંઠો બહુ આકર્શક હતો. ત્યાં દુર ઉંચા ઘાસની પાછળ રમવાની મજા આવે તેવું ઘાસનું સપાટ મેદાન હતું. ત્યાં જીભને લલચાવે એવાં અનેક જાનવર નીર્ભયતાથી મ્હાલતાં દેખાતાં હતાં. પણ કદી કોઈ ત્યાં જઈ શકતું નહીં. આ બાજુ તો પ્રાણીનો શીકાર એ બહુ જફાવાળું કામ હતું. અને રીંછ, વાઘ, ચીત્તા વીગેરે આક્રમક પ્રાણીઓનો ભય સતત રહેતો. નદી ખાસ્સી ઉંડી હતી. બારે માસ તેમાં માથોડાં જેટલું પાણી ભરેલું જ રહેતું. ઉપરવાસનો બહુ લાંબો ચકરાવો લઈ, નદી સાવ સાંકડી બની જતી હતી; તે જગ્યાએથી જ ત્યાં જઈ શકાય એમ હતું. કો'ક સાહસીકો એક બે વાર એમ ત્યાં ગયા પણ હતા. પણ એ મુસાફરી બહુ કશ્ટ અને જોખમવાળી હતી. ગીચ જંગલો વટાવી ત્યાં જવાતું. પણ એય દસેક દીવસની મુસાફરીને અંતે. અને ત્યાં પણ સામે કાંઠે આવું રળીયામણું મેદાન ક્યાં હતું? બસ બધે જંગલો જ જંગલો.

કંઈ કેટલીય પેઢીઓથી પર્વત પરની ગુફાઓ છોડીને બધાં નદીના આ પર્વતાળ કીનારે વસ્યાં હતાં. જંગલનાં ઝાડ પરનાં ફળ અને જંગલનાં પ્રાણીઓનો શીકાર આ બે પર જ તેમનો જીવન ગુજારો થતો. કદીક નદીની માછલીઓ પણ પકડી લેતા. પણ એ સીવાય તેમને માટે નદી ભયાવહ હતી. એમાં પડે તે કદી પાછું ન આવી શકે તેમ મનાતું. પર્વત, જંગલો અને નદી કાંઠાનાં ભેખડો અને ગુફાઓમાં વસેલું એમનું ગામ અને થોડીક જ સપાટ જમીન – બસ એ જ એમની નાનકડી દુનીયા હતી. નદીના આ કાંઠે માઈલોના માઈલો સુધી આવો જ પહાડીઓ અને ભેખડોવાળો પ્રદેશ હતો. જે કોઈ બીજાં ગામો હતા, તે બધાંય નદીની આ તરફ જ હતાં. કોઈને નદીની પેલે પારની દુનીયાનો કશો જ ખયાલ ન હતો. એ બહુ આકર્શક, સ્વર્ગ જેવો પ્રદેશ મનાતો. પણ ત્યાં જવું અશક્ય હતું.
PrevNext
Rate this blog entry:
પહેલો ગોવાળિયો - પ્રકરણ -2 : ગુફાવાસીઓ

Related Posts

 

સંબંધીત આલેખો

નવલ કથા
પ્રકરણ -2 : ગુફાવાસીઓ ગોવો જ્યાં રહેતો હતો, તે નદીની પેલે પારની જગ્યા બહુ પુરાણી હતી. ગોવાનો કબીલો પરાપુર્વથી ત્યાં રહેતો હતો. તેના વડદાદા પણ નદીના ઉપરવાસમાં આવેલાં કોતરોમાંની એ ગુફામાં રહેતા હતા. ત્યાંજ એમનો સ્વર્ગવાસ થયેલો ગોવાએ જોયો હતો. એ વડદાદાજી બહુ અનુભવી હતા; અને બધાંને એમના માટે બહુ માન હતું. એ બહુ વાતો કહેતા. એમની વાતો પરથી જ ગો...
Rate this blog entry:
નવલ કથા
પ્રકરણ -3 : તરવૈયો​પુર તો ક્યારનુંય ઓસરી ગયું હતું. નદીનો છીછરો ભાગ હવે બહુ થોડોક જ હતો. ગોવાએ કાંઠેથી છીછરા ભાગમાં ચાલવા માંડ્યું. સહેજ જ આગળ વધ્યો અને એકદમ તેના પગ નીચેની ધરતી સરકી ગઈ. તેણે તરત સમતોલન જાળવી, પગ પાછો ખેંચી લીધો. ડુબવાના ભયથી એણે પાછા કીનારા ભણી પ્રયાણ કર્યું. તે પાછો કીનારે જતો રહ્યો, અને વીચારમાં મશગુલ બની ગયો. તેની પાસે માત...
Rate this blog entry:
નવલ કથા
પ્રકરણ -4 : તારામૈત્રક નદીથી સહેજ ઉંચે, એક ખડક ઉપર તે ખીન્ન વદને ઉભેલી હતી. પોતાના કબીલાના કોતરથી થોડેક દુર આવેલા મામાના કબીલાથી તે હમણાં જ આવી હતી. નદીનું પુર તો ઓસરી ગયું હતું; પણ તેના શોકનું ઘોડાપુર ક્યાં ઓસરવાનું નામ જ લેતું હતું? તે વીસ વરસની, યૌવનથી છલકાતી, નવયૌવના હતી. તેની ઉમ્મરની બીજી યુવતીઓ તો બે ત્રણ છોકરાંની મા પણ બની ગયેલી હતી. તે...
Rate this blog entry:
નવલ કથા
પ્રકરણ – 5 : મુકાબલો થોડીએક વાર ગોવો અને રુપલી આમ આલીંગનના બંધનમાં જકડાયેલા પડી રહ્યાં. સ્ત્રીના નગ્ન દેહના સ્પર્શના આ પહેલા અનુભવે, ગોવાની નસનસમાં પ્રચ્છન્ન રહેલું પુરુશાતન જાગી ઉઠ્યું. નવસર્જનનું બીજ કુંવારી ભોમકામાં રોપાવા સળવળી રહ્યું. અને ગોવાએ પ્રણયકેલીમાં આગળ વધવા હાથ લંબાવ્યો. પણ રુપલીએ તેને આગળ વધતો ખાળ્યો, અને બોલી," ગોવા! હાલ્ય. જોગ...
Rate this blog entry:
નવલ કથા
પ્રકરણ – 6 : જોગમાયાની ગુફામાં આમ તો જોગમાયાની ગુફા ગોવા કે રુપલીના કોતરોથી બહુ દુર ન હતી. એ ઉબડખાબડ પ્રદેશની થોડેક જ પાછળ જોગમાયાના પર્વત ઉપરનું ચઢાણ શરુ થતું હતું. ખરેખર તો એ એક લાંબી પર્વતમાળા હતી; જેમાંના સૌથી ઉંચા પર્વતના રસ્તે અધવચ્ચે એ ગુફા આવેલી હતી. પર્વત પરની બધી ગુફાઓમાં તે સૌથી મોટી હતી. આથી જ એ વીસ્તારના બધા ગુફાવાસીઓએ પોતાની...
Rate this blog entry:

અમુક તમુક આલેખો

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રેમાની ચૂંદડી લહેરાય ​...
Rate this blog entry:
​ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો નેરંગ રઢિયાળી રાતમાં મા ગરબે ઘૂમવા આવો નેસોળે શણગાર સોહે માડીમાં મન મારું મોહે અનંતની ઓઢી ઓઢણી મા ગરબે ઘૂમવા આવો ને ...
Rate this blog entry:
​પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે ...
Rate this blog entry:
​કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં જોવા લોક ટોળે વળ્યાં રે માડી તારા આવવાના એંધાણ થયાં ...
Rate this blog entry:
પ્રકરણ – 54 ખાનનો વીજય દરબારખાનના કાફલાના પાછા આવ્યા બાદ, ચોથા દીવસે હજુ સુધી ન થયા હોય તેવા દબદબાભર્યા વીજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ હતી.જુન્નોનાં કામણ અસ...
Rate this blog entry: